હવે વાંકાનેરમાં પણ Nike | Adidas | Stan Smith | Vans જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડનાં શૂઝની અઢળક વેરાયટી - અવનવા કલર અને પેટર્નમાં.... કૉલ કરો - 63520 38780 -------- ()


14 February, 2019

વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયો

wankaner - wankaner news - kidzland school wankaner

કહેવાય છે કે નાના બાળકો કાચા ઘડા સમાન હોય છે તેને જેવો ઘાટ આપો એવા ઘડાઈ જાય. બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય અને તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવા માટે જાણીતી વાંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આજરોજ 14/2 નાં દિવસે વેલેન્ટાઈન ડે નાં બનાવટી નાટકો ઉજવવાને બદલે એક મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. 


આ કેમ્પમાં ડો. હેતલ અને ડો. અનિલ દ્વારા સ્કૂલનાં તમામ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓને બજારમાં મળતા જંકફૂડ અને ખુલ્લાં વેંચાતા નાસ્તાઓથી શરીરને કેવું નુકશાન થાય છે તે અંગે સમજણ અપાઈ હતી. 

ઉપરાંત "મોબાઈલ અને તેના આપણાં શરીર તથા આંખોને થતા નુક્શાનો"વિષય પર પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં જ્ઞાન અપાયું હતું.


ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનાં સંચાલકો અને સ્ટાફનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી. 

19 January, 2019

ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં બહુમૂલ્ય યોગદાન આપનાર મોઇનુદ્દીન મનીઆર વાંકાનેરની મુલાકાતે


મૂળ ગુજરાતનાં વલસાડ શહેરનાં વતની અને હાલ ઇંગ્લેન્ડના વેમ્બલી (લંડન) ખાતે સ્થાયી મોઇનુદ્દીન હાજી ગુલામ બશીર મનીઆર આજે (18 જાન્યુઆરી) વાંકાનેરનાં મહેમાન બન્યા હતા. 

મોઇનુદ્દીન મનીઆરે ખાસ કરીને ઇસ્લામ ધર્મ વિષયે અતિ ઉપયોગી અને સંગ્રહ કરવા લાયક અનેક પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરી ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. 

હઝરત ઇમામ મુહ્યુદ્દીન અબુ ઝકરીયા યહયા બિન શરફ અન-નવવી (રહેમતુલ્લાહ અલૈહ, દમાસ્કસ (ઇરાક) દ્વારા મૂળ અરબી ભાષામાં લખાયેલ અને માતબર મહત્વ ધરાવતા પુસ્તક "રિયાદુસ્સાલિહીન" નું સુન્ની મુસ્લિમ કમિટી - ગોંડલનાં સહયોગથી મોઇનુદ્દીન મનીઆરે બે ભાગોમાં સરળ ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી ઇસ્લામિક સાહિત્યની બેનમૂન સેવા કરી છે. 

ઉપરાંત ગુજરાતી-ઉર્દુ શબ્દકોશ પણ તેઓનું યાદગાર પ્રકાશન છે. તેઓ આજે પોતાનાં વતન વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી ખાસ બે સ્નેહી-મિત્રો અયુબખાન પઠાણ અને અશરફ ભાઈને મળવા વાંકાનેર આવ્યા હતા અને ધાર્મિક વિષયે વિવિધ ચર્ચાઓ કરી હતી. 

આપણું-વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા તેઓને આગ્રહ કરાતા એમણે યાદગાર તરીકે એક બહુમૂલ્ય નસિહત કરતા જણાવ્યું હતું કે " તમારી ક્ષમતા મુજબનું નેક કામ કરતા રહો, પરંતુ એ નેક કામનો બદલો કે વળતરની અપેક્ષા ન રાખવી. નેકી (સદકાર્ય) ફક્ત અલ્લાહ માટે જ કરવું અને એ જ જો ચાહશે તો તેનો બદલો આપશે. "

:- તેઓનું પોસ્ટલ એડ્રેસ તથા ઇ-મેલ આઈડી :-

- Adress 
Moinuddin Manier
64, Cecil avenue, WEMBLEY
Middlesex HA9 7EA, UK
- E-mail 
mgmaniar@hotmail.com


10 January, 2019

ઉત્તરાયણની મોજ : ભાવવધારો અવગણી પતંગ ઉડાડવા રસીયાઓમાં અનેરો થનગનાટ

ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ

ઉતરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ગુજરાતના અતિ મહત્વના ગણાતા એવા મકરસંક્રાતિનાં આ તહેવારનો માહોલ હજુ સુધી જોઈ તેવો જામ્યો નથી. ખાસ કરીને પંતગ બજારમાં ખરીદીનો કરંટ જોવા મળી રહયો નથી પરંતુ વેપારીઓને આશા છે કે આવનાર ત્રણ-ચાર દિવસોમાં ખરીદી નીકળશે જ. 

સામાન્ય રીતે ઉતરાયણના પહેલા ત્રણથી ચાર દિવસ દરમિયાન બજારમાં હળવી ખરીદી જ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષ પતંગ રસિયાઓનું ખીસ્સુ પણ હળવુ થાય તેવો માહોલ સર્જાયો છે. કારણ એ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે પંતગ-દોરીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. 

 તહેવાર નિમિત્તે પતંગ બજાર અવનવી વેરાયટીઓથી સજ્જ થઈ ગઈ છે. (તસ્વીર:વિપુલ પ્રજાપતિ)

પંતગ ઉત્પાદક અને હોલસેલ વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે પતંગના ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો થયો છે. 

કાગળનો ભાવ વધવાથી પતંગના ભાવમાં પણ વધારો થયો છે. બજારમાં રૂ. ૧૦૦ની મળતી પતંગ ૧૨૦ રુપિયા સુધી પહોંચી છે. નાની પતંગ પહેલા  રૂા.૧૩૦ ની ૨૦ નંગ મળતી હતી જે વધીને હવે રૂા.૨૦૦ થઈ છે જ્યારે મોટી પંતગ જે રૂા.૪૫૦ આસપાસ ગત વર્ષે મળતી હતી તેનો ભાવ વધીને આ વર્ષ રૂા.૫૭૦ સુધી પહોચ્યો છે.

ભાવવધારાનું બીજું એક કારણ પતંગ બનાવવા માટે વપરાતી વાંસની દાંડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પતંગ બનાવવા જે વાંસની દાંડીનો ઉપયોગી થાય છે તે મોટાભાગે પશ્ર્ચિમ બંગાળથી આવે છે. દાંડીનુ વેચાણ કરતા ત્યાંના સ્થાનિક વેપારીઓએ તેમા આ વર્ષે ભાવમાં વધારો કરી દીધો છે જેના કારણે ભાવવધારાનો બોજ પણ વધ્યો છે. 

મોટેભાગે પતંગ રસિયાઓ છેલ્લા દિવસોમાં ખરીદી કરતા હોય છે. જો એ મુજબ બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળશે તો ચોક્કસ આ ભાવ હજુ વધવાની શકયતા છે. પહેલા પાંચ દિવસોમાં અને પછીના દિવસોમાં ભાવ અલગ અલગ રહી શકે છે. 

હાલ બજારમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી, તિરંગો, કઠિયલ, ઘડીયાળ, રોકેટ, કાર્ટુન, કેરકેટર, મીકીમાઉસ, બાર્બીડોલ, હેપી ન્યુઅર ૨૦૧૯, બોલીવુડ થીમ, ઢાલ, તુકકલ, જેવી પંતગો બજારમાં જોવા મળી રહી છે. 


જે રીતે પંતગના ભાવમાં વધારો જોવા મળે છે તેવી જ રીતે ખાદ્ય સામગ્રીમાં પણ તેની અસર જોવા મળી છે. ચીકી, ખજુર, જીંજરા, રેવડી વગેરેના ભાવોમાં પણ વધારો જોવા મળે છે.


પહેલા ગામડાઓમાં પતંગનુ મહત્વ ઓછુ હતુ પરંતુ શહેરી માહોલને જોઈને અત્યારે ગામડાઓમાં પણ શહેર જેવો માહોલ જામવા લાગ્યો છે. હા એ વાત ચોકકસ છે કે ગમે તેવો ભાવવધારો હોય પણ કાઠિયાવાડી ગુજ્જુઓ ઉતરાયણનો તહેવાર મનભરી માણશે.

--
હેત્વીકા કથીરીયા
પત્રકારત્વ ભવન-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
રાજકોટ.